ગુજરાત રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે પણ ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કે પાસ કરવાના નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો.
Mass Promotion 2022: Std 5 & 8 Ma Napas Nahi Karay
પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું તે પ્રમાણે આ વર્ષે પણ પહેલા છ મહિના માં કોરોના મહામારી ના કારણે શિક્ષણ બંધ રહ્યું હોવાથી ધોરણ ૫ અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પાસ - નાપાસ કરવામાં નહીં આવે.
આપ જાણો છો એ પ્રમાણે 2019માં ગુજરાતમાં શિક્ષણની કથળતી પરિસ્થિતિના કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 5 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને જે તે ધોરણમાં નાપાસ કરવાનો નિયમ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોના મહામારી ના પગલે સતત બે વર્ષ સુધી શિક્ષણ બંધ હતું. આ પરિસ્થિતિમાં આ નિયમને અમલમાં મૂકવામાં ન આવ્યો હતો.
ઓફિસિયલ જાહેરાત: ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે - [શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી]
કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય.. આ વર્ષે વિદ્યાર્થીઓને નાપાસ નહિ કરાય...માનનીય જીતુભાઈ વાઘાણી શિક્ષણમંત્રી ગુજરાત રાજ્ય
ઓફિસિયલ જાહેરાત: ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે - શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી |
ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિર્ણય મોકૂફ
કોરોના મહામારી ના કારણે શૈક્ષણિક વર્ષ 2019-20 તથા શૈક્ષણિક વર્ષ 2020-21 માં બાળકોનો ઓફલાઈન શિક્ષણ બંધ હોવાના કારણે બાળકો ની પરીક્ષા નું પણ આયોજન થઈ શક્યું ન હતું. તેમજ બાળકોનો ઓનલાઇન શિક્ષણ ચાલુ હોવાના કારણે બાળકોને લર્નિંગ લોસ ન થાય તેવા હેતુસર બાળકોને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.
ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22 માં બાળકોનો ઓફલાઈન શિક્ષણ ચાલુ થયું છે. જે અંતર્ગત પહેલા સત્રની પરીક્ષા બાળકોની યોજાઈ નથી. અને દ્વિતીય સત્ર થી ઓફલાઈન શિક્ષણનો આરંભ થતા બાળકોને દ્વિતીય સત્રની પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું આયોજન હાલમાં જ તારીખ 18-04-2022થી 30-04-2022 સુધી કરવામાં આવ્યું હતું.
Mass Promotion 2022: Std 5 & 8 Ma Napas Karvano Nirnay Mokuf
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે બાળકો નું વાર્ષિક પરિણામ કઈ રીતના બનાવવું તે અંગેની માહિતી પણ ઓફિસિઅલ પરિપત્ર કરી અને જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત બાળકોને દ્વિતીય પરીક્ષા ના પેપર ના 40 ગુણ, પત્રક A અનોપચારિક મૂલ્યાંકનના પ્રથમ સત્ર 40 ગુણ અને દ્વિતીય સત્ર 40 ગુણ, સ્વાધ્યાયપોથી તેમજ સ્વ-અભ્યાસક પ્રવૃત્તિઓના 40 ગુણ, આમ કુલ 160 ગુણ પ્રમાણે પરીણામ પત્રક બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ વર્ષે(2022) પણ બાળકોને નહિ કરાય નાપાસ
જુના પરિપત્ર ના આધારે આ વર્ષે બાળકોને નાપાસ કરવાનો નિયમ ઘણા જિલ્લાઓની અંદર અમલ કરવામાં આવ્યો તેનો પરિપત્ર પણ જાહેર થયો હતો. પરંતુ હાલમાં જ રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષણ વિભાગની થયેલી બેઠક અને ઉપરી અધિકારીઓના વિચાર વિમર્શ અનુસાર હવે નક્કી કરવામાં આવ્યું છે કે ધોરણ 5માં અને ધોરણ 8માં બાળકોને નાપાસ કરવામાં આવશે નહીં. આ અંગેના ન્યૂઝ રિપોર્ટ પણ ટીવીમાં પ્રસારિત કરવામાં આવ્યા છે જેની અમુક તસવીરો અને આપણી સમક્ષ રજુ કરીએ છીએ.
Mass Promotion 2022: Std 5 & 8 Ma Napas Nahi Karay | ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિર્ણય મોકૂફ |
સારાંશ
અમને આશા છે કે તમને આપવામાં આવેલ માહિતીથી તમને સારી એવી સમજ પ્રાપ્ત થઈ હશે. બાળકોનાં લર્નિંગ લોસને ધ્યાનમાં રાખીને ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીને નાપાસ નહિ કરવાનો નિર્ણય યોગ્ય પણ ગણી શકાય. પરંતુ પાસ કે નાપાસ નહીં કરવાની સરકારની નીતિના કારણે બાળકોમાં ભણવા પ્રત્યે રૂચિ ઓછી થઈ રહી હોય તેવો વાસ્તવિક સમાજમાં જોવા મળે છે. બાળકો પોતાની ભણવાની કારકિર્દીને સિરિયસ રીતે લઈ રહ્યા હોય તેવું જોવા મળતું નથી "નાપાસ થશે જ નહીં" તેવી માનસિકતાના આધારે બાળકો ભણતરમાં ખૂબ જ ઓછું ધ્યાન આપી રહ્યા હોવાની શિક્ષકો તરફથી વારંવાર ફરિયાદો કરવામાં આવે છે.
તમને શું લાગે છે? સરકારનો માસ પ્રમોશન આપવાનો વિચાર-નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય ? આપણા આપના વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો.#Easytechmasterji