BIG BREAKING / ગુજરાતના સરકારી કર્મચારીઓને મળી સ્વતંત્રતા દિવસની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કરાયો 3 ટકાનો વધારો
BIG BREAKING / ગુજરાતના સરકારી કર્મચારીઓને મળી સ્વતંત્રતા દિવસની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કરાયો 3 ટકાનો વધારો |
- સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
- 1 જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે
- સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેઓને જ મળવાપાત્ર થશે
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો છે. જેના લીધે 7માં પગાર પંચનો લાભ લેતા કર્મીઓ અને પેન્શનરો મળી કુલ 9.38 લાખ લોકોને આનો લાભ મળશે. તારીખ 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.
આના કારણે રાજ્ય સરકાર પર 1400 કરોડનો બોજો પડશે
આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022માં, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.
ગઇકાલે પોલીસના ગ્રેડ પે અંગે પણ રાજ્ય સરકારે લીધો હતો મહત્વનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ રાજ્ય સરકારે પોલીસની રજૂઆતોને ધ્યાને લેતા ગ્રેડ પેને લઇને મહત્વનો નિર્ણય લીધો હતો. પોલીસ ગ્રેડ પે માટે રાજ્ય સરકારે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે.
ગુજરાત પોલીસના ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત આજે આવી ગયો છે. પોલીસ ગ્રેડ પે અંગે જાહેરાત કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સરકાર દ્વારા રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. પોલીસકર્મીઓની માંગને લઈ સમિતિની રચના કરી હતી. મારી અને ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠકોનું આયોજન થયુ હતુ. બેઠકો અને સમિતિની ભલામણોને ધ્યાને રાખીને નિર્ણય કર્યો છે.'
ગુજરાતના પોલીસ કર્મચારીઓના પગારમાં પણ કરાયો વધારો
- ફિક્સ પગારદાર LRD-ASIનો વાર્ષિક પગાર 96 હજાર 150 વધ્યો
- અગાઉ LRD-ASIનો વાર્ષિક પગાર 2,51,100 હતો
- હવે વધારા બાદ LRD-ASIનો વાર્ષિક પગાર 3,47,250 થયો
- પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર રૂપિયા 52 હજાર 740 વધ્યો
- અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર વાર્ષિક 3 લાખ 63 હજાર 660 હતો
- વધારા બાદ પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,16,400 થયો
- પોલીસ હેડ કોન્સ્ટેબલના વાર્ષિક પગારમાં 58,740નો વધારો
- અગાઉ પોલીસ હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,36,654 હતો
- હવે વધારા બાદ પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4,95,394 થયો
- ASIના વાર્ષિક પગારમાં 64,740 નો વધારો કરવામાં આવ્યો
- અગાઉ ASIનો વાર્ષિક પગાર 5,19,354 જેટલો હતો
- હવે વધારા બાદ ASIનો વાર્ષિક પગાર 5,84,094 થયો
CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
- - દેશ આખો આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છેઃ હર્ષ સંઘવી
- - પોલીસે દેશની અખંડતા જાળવી રાખી છેઃ હર્ષ સંઘવી
- - ગુજરાતને દેશમાં સૌથી સુરક્ષિત બનાવવાનો શ્રેય પોલીસનેઃ હર્ષ સંઘવી
- - પોલીસ કર્મીઓ અને પોલીસ પરિવારની રજૂઆત હતીઃ હર્ષ સંઘવી
- - તમારા સૌ માટે CMએ મહત્વનો નિર્ણય કર્યોઃ હર્ષ સંઘવી
- - ગુજરાત પોલીસ જવાનોના પગારમાં વધારો: હર્ષ સંઘવી
- - 28-10-21ના રોજ બનાવી હતી કમિટી
- - CM ભૂપેન્દ્ર પટેલે 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરીઃ હર્ષ સંઘવી
- - પોલીસ કોન્સ્ટેબલનો પગાર હવે 4 લાખ 16 હજાર થશે, અગાઉ 3 લાખ 63 હજાર હતો પગાર: હર્ષ સંઘવી
- - હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,96,394 રૂ. કરાયો: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
- - ASIનો વાર્ષિક પગાર 5,84,094 રૂ. કરાયો: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
- - તમામ લોકોના પગારમાં ખુબ મોટાપાયે વધારો કરાયોઃ હર્ષ સંઘવી