ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો જોવાતા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજ તાત્કાલિક અસરથી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું.બેઠકમાં દરેક મંત્રીઓની હાજરીમાં ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવી કોરોના ગાઈડલાઈન 2022 રજૂ કરવામાં આવી છે. જેની અમલવારી આજથી આવતી 31-01-2022 સુધી લાગુ પડશે. જે અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલા રોજિંદા વ્યવહારો ની અંદર થોડાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા.
READ ARTICLE IN ENGLISH CLICK HEAR
👉 ઓમિક્રોનનો કહેર - સતત વધતાં કોરોના કેસ
હમણાં થોડા સમય પહેલાં જ ભારતના અનેક રાજ્યોની અંદર વ્યવહારિક જીવન રોજિંદુ માંડ પાટે ચડતું હતું કે હવે ઓમીક્રોન વાયરસનો ખતરો જોવાતા ભારતના અનેક જુદા જુદા રાજ્યની અંદર નાના-મોટા પ્રતિબંધ મુકવામાં આવી રહ્યા છે. ભારતના અલગ-અલગ રાજ્યો જેવા કે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરલ, કર્ણાટક, વગેરે રાજ્યોની અંદર કોરોનાનો ખતરો જોવાતા રાજ્ય સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના કારણે આ રાજ્યની અંદર નું પ્રમાણ અથવા કરોનાના કેસ ખૂબ જ ઓછા આવે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે.
👉 મુખ્યમંત્રી બેઠકનુ આયોજન
ગુજરાત રાજ્યની અંદર પણ એકાએક કોરોનાના કેસમાં વધારો થતા ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી દ્વારા આજે તાત્કાલિક બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર જુદા જુદા ખાતાના મંત્રીઓ પણ હાજર હતા. અને આ મંત્રીઓ અને અન્ય ધારાસભ્યો ની હાજરીની અંદર પ્રજા કલ્યાણને ધ્યાનમાં રાખી અને રાજ્યની અંદર નાના-મોટા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. ગુજરાતની પ્રજાને પણ તેઓ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે કે આ નવી કોવિડ 19 ગાઈડલાઈન 2022ના નિયમોનું પાલન કરી અને આવી રહેલી કોરોનાની ત્રીજી લહેરને રોકવામાં પ્રજા પણ સરકારનો સપોર્ટ કરે તે માટે મુખ્યમંત્રી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
👉 નવી SOP માં ક્યાં ક્યાં પ્રતિબંધો મૂકવામાં આવ્યા ?
ઓમિક્રોન વાઇરસ વધતા કેસોને ધ્યાનમાં રાખી ગુજરાતની અંદર પ્રાથમિક શાળાઓ, રેસ્ટોરેન્ટ - હોટેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, જીમ, જાહેર બજાર, લગ્ન પ્રસંગો, અંતિમ ક્રિયાઓ, શાળા-કોલેજમાં લેવાતી પરીક્ષાઓ, વગેરે જેવી બાબતોમાં આંશિક પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જેમાં કોઈ જગ્યાએ 50% કોઈ જગ્યાએ 75% કેપીસીટિ સાથે જીવન જરૂરિયાત એ બાબતો ની અંદર છૂટછાટ આપવામાં આવેલ છે.
Gujarat Sarkari Yojana 2022 | સરકારી યોજનાઓ 2022 | सरकारी योजना लिस्ट 2022 |
👉 ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની જનતા અપીલ
ગુજરાત રાજ્યની નવી કોરોના SOP 2022 નું પાલન કરવા માટે મુખ્યમંત્રી દ્વારા આમ જનતાને અપીલ કરવામાં આવી છે. નવી COVID-19 SOP 2022 નું પાલન કરીએ અને વધતા કોરોના સંક્રમણને અટકાવીએ એવી મુખ્યમંત્રી દ્વારા અપેક્ષા રાખવામાં આવી છે.
👉 પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૯ના વર્ગખંડમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ
ગુજરાત રાજ્ય સરકારની કોવિડ -19 નવી ગાઈડલાઇન 2022 પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૯ના વર્ગખંડમાં ઓફલાઈન શિક્ષણ પણ બંધ કરવામાં આવેલ છે. જેના કારણે હવેથી ધોરણ ૧થી ૯ના વર્ગખંડોમાં શિક્ષણકાર્ય ઓનલાઈન કરવામાં આવશે જેનું દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધ્યાન રાખવું. બાળકોના શિક્ષણમાં કોઈપણ જાતની ખલેલ ન પડે એ બાબતનું ધ્યાન રાખી ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના ઓનલાઇન શિક્ષણ માટે જુદા જુદા પ્રયત્નો કરવામાં આવે છે.
👉 ઓનલાઇન શિક્ષણ માટે ઉપયોગી બાબતો
બાળકોના શિક્ષણ માટે ટીવી કાર્યક્રમોથી ડી.ડી. ગિરનાર(દૂરદર્શન) ચેનલ પર પર દરરોજ શિક્ષણના કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. આ સિવાય ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ દ્વારા અને શિક્ષકો દ્વારા જુદા-જુદા youtube વિડીયો પણ બનાવવામાં આવે છે જેના અનુસંધાને બાળકો આ વિડીયો જોઈને પણ ઘરે બેઠા પોતાનું શિક્ષણ કાર્ય કરી શકે છે.
આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી મોબાઇલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે જેની અંદર બાળકોના અભ્યાસક્રમ અનુરૂપ વીડિયો બનાવીને મૂકવામાં આવે છે, જેથી બાળકો પોતાની જાતે આ વિડીયો નો અભ્યાસ કરીને પોતાનું શિક્ષણ કાર્ય અસરકારક રીતે કરી શકે. આ એપ્લિકેશનની અંદર દીક્ષા એપ્લિકેશન- dixa app, whatsapp વિડીયો, લર્નિંગ ડિલાઇટ એપ, youtube વિડીયો અને અનેકવિધ links પણ whatsapp માં શેર કરવામાં આવે છે જેને ધ્યાનમાં લઇ વિદ્યાર્થીઓએ પોતાનું શિક્ષણ કાર્ય કરવાનું રહેશે.
👉 નવી કોવિડ-19 SOP 2022 | નવી કોરોના ગાઇડલાઈન 2022
ગુજરાત રાજ્ય કોરોના નવી ગાઇડલાઇન 2022 અંતર્ગત કયા કયા નિર્ણય લેવામાં આવેલ છે ? તેની સંપૂર્ણ વિગત નીચે આપેલ ઈમેજ પરથી આપ જાણી શકો છો.
NEW COVID-19 SOP 2022 | NAVI CORONA GUIDELINES 2022 |
ગુજરાત રાજ્ય સરકારની કોવિડ -19 નવી ગાઈડલાઇન 2022 | ધોરણ 1 થી 9 માં શાળામાં ઓફલાઇન શિક્ષણ બંધ |
NEW COVID-19 SOP 2022 | NAVI CORONA GUIDELINES 2022 |
👉 સારાંશ
દુનિયાભરના દેશો જ્યારે કોરોના વાયરસની ત્રીજી લહેરના ભરડામાં સપડાઈ ગયા છે, ત્યારે આપણો ભારત દેશ પણ કોરોના વાયરસની ત્રીજી લહેર થી બચી શક્યો નથી. ઓમિક્રોન વાઇરસના વધતા કેસોને ધ્યાનમાં રાખી ભારત દેશના દરેક રાજ્યો અને દરેક નાગરિકે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઇ સરકારના પ્રતિબંધો ના નિયમો નો ખૂબ જ કડકપણે પાલન કરી કોરોનાની ત્રીજી લહેરમાં થી બચવું જોઈએ. કામ વગર ઘરની બહાર નીકળવું ટાળવું જોઇએ જેથી કરી આ સંક્રમણની કડીને અટકાવી શકાય.ગુજરાત રાજ્ય સરકારની કોવિડ -19 નવી ગાઈડલાઇન 2022 નુ પાલન કરવું જોઈએ. ધોરણ 1 થી 9 માં શાળામાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે તો બાળકોને પણ નમ્ર વિનંતી છે કે પોતે પોતાનું શિક્ષણ કાર્ય ઓનલાઇન વિવિધ માધ્યમો દ્વારા મેળવીને પોતાનું અસરકારક શિક્ષણ કાર્ય કરે.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો -:
1 ) કયા ધોરણની શાળાઓ થઈ બંધ ?
જવાબ - ધોરણ 1 થી 9 ની શાળાઓ થઈ બંધ. ધોરણ 1 થી 9 માં ઓફલાઈન વર્ગખંડ કાર્ય બંધ રહેશે. હવેથી ધોરણ 1 થી 9 માં ઓનલાઇન શિક્ષણ કાર્ય થશે.
2 ) લગ્ન પ્રસંગોમાં કેટલા માણસોની પરવાનગી આપવામાં આવી ?
જવાબ- લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 400 માણસને છૂટ આપવામાં આવી છે. જો ટૂંકી જગ્યામાં અથવા બંધ જગ્યામાં લગ્ન પ્રસંગનું આયોજન થતું હોય તો 50% એટલે કે 200 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે.
3 ) સિનેમા હોલ માં કેટલા માણસો સાથે ચાલું રાખવા ?
જવાબ - બેઠક વ્યવસ્થાન 50% માણસોની પરવાનગી સાથે સિનેમાહોલ ચાલુ રાખી શકાશે.
4 ) રાત્રી કર્ફ્યું ક્યાં ક્યાં શહેરોમાં લાગ્યો છે ?
જવાબ - ગુજરાત રાજ્યના મોટા આઠ મહાનગરો ઉપરાંત અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવેલ છે, જેના નામ નીચે પ્રમાણે છે અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, રાજકોટ, આણંદ, નડિયાદ વગેરે...
5 ) નાની માર્કેટ - નાની દુકાનો - નાના વ્યાપારીઓ ક્યાં સુધી પોતાનો વ્યાપાર કરી શકશે ?
જવાબ - નાની દુકાનો, વ્યાપારિક એકમો, લારી-ગલ્લા, પાનની દુકાન, સલૂન વગેરે રાત્રીના 10 વાગ્યા સુધી પોતાનો વ્યાપાર કરી શકશે.