શૈક્ષણિક કેલેન્ડર ૨૦૧૯-૨૦
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર પ્રકાશિત કરી દેવામાં આવ્યું છે. જે મુજબ પ્રથમ સત્ર તા:૧૦-૦૬-૨૦૧૯, સોમવારથી તા: ૨૪-૧૦-૨૦૧૯, ગુરુવાર સુધીનું એટલે કે કુલ ૧૩૬ દિવસનું રહેશે. જેમાં ૧૦૪ દિવસ શૈક્ષણિક કાર્ય, ૮ દિવસ નવરાત્રી વેકેશનના શામેલ રહેશે. જયારે તા: ૨૫-૧૦-૨૦૧૯, ગુરુવારથી ૦૬-૧૧-૨૦૧૯, બુધવાર સુધી ૧૩ દિવસનું દિવાળી વેકેશન રહેશે. અને દ્વિતીય સત્ર તા: ૦૭-૧૧-૨૦૧૯, ગુરુવાર થી તા: ૦૩-૦૫-૨૦૧૯, રવિવાર સુધીનું રહેશે જેમાં ૧૪૨ કાર્ય દિવસ શામેલ રહેશે. ઉનાળુ વેકેશન તા: ૦૪-૦૫-૨૦૧૯, સોમવારથી તા: ૦૭-૦૬-૨૦૧૯, રવિવાર સુધીનું એટલે કે ૩૫ દિવસનું રહેશે. અને નવું સત્ર તા: ૦૮-૦૬-૨૦૨૦, સોમવારથી શરુ થશે.
પ્રથમ સત્ર દરમિયાન જુન માસમાં ૧૮ દિવસ, જુલાઈ માસમાં ૨૭ દિવસ, ઓગષ્ટ માસમાં ૨૩ દિવસ, સપ્ટેમ્બર માસમાં ૧૯ અને ઓક્ટોબર માસમાં ૧૯ દિવસ શૈક્ષણિક કાર્ય થશે. આ ભેગા મળીને ૧૦૪ દિવસ થશે. સાથે નવરાત્રી વેકેશનના ૦૮ અને દિવાળી વેકેશનના ૧૩ દિવસ પણ રહેશે.
દ્વિતીય સત્રમાં નવેમ્બર માસમાં ૨૦, ડિસેમ્બર માસમાં ૨૫, જાન્યુ. માસમાં ૨૬, ફેબ્રુઆરી માસમાં ૨૪, માર્ચ માસમાં ૨૪, એપ્રિલ માં ૨૧ અને મે માસમાં ૨ દિવસ શૈક્ષણિક કાર્ય થશે. સાથે. મે માસમાં ૨૮ અને જુન માસમાં ૭ દિવસ ઉનાળુ વેકેશન રહેશે.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત શૈક્ષણિક કેલેન્ડર : ડાઉનલોડ કરો